ઠંડીના મોસમમાં હું છું ભીંજાઈ,
સ્પર્શી છે મને તારા પ્રેમની પૂર્વાઇ.
એક નજર અને એક બોલથી કરી દે તું જમાવટ,
સમીપ છે તું મારા ભલે દૂરી હોઈ કે તફાવત.
જોઈ તને કરે છે હૈયુ મારું કલરવ,
સર્જાવી રહયું છે જાણે એક અનોખો અનુભવ.
તારા ચહેરાનું સ્મિત અને મારા દિલનું સંગીત,
નિહાળું તારી આંખોને જે કરે મનમોહિત.
શું વિચાર છે તારો, જણાવ તું તારી પ્રીત,
ચાલ વસાવીએ દુનિયા અનેરી, ભૂલીને બધી રીત.
છલકાઈ રહી છે લાગણી અને ખૂંટી રહ્યા છે શબ્દો,
કવિતામાં પરોવી હું સમાવું છું વ્હાલ નો દરિયો.
-રોમા જોષી
No comments:
Post a Comment